Friday, March 13, 2026

મોરબીમાં પૈસાની લેતીદેતી બાબતે યુવાનને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી નામની દુકાનમાં પૈસાની લેતીદેતી બાબતે યુવાનને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર રોડ પર સાત હનુમાન સોસાયટી નવાં યદુનંદન ગૌશાળાની સામે સ્લમ ક્વાર્ટર બ્લોક નં-૧૨૮ મા રહેતા રામપ્રતાપ દીનકરભાઈ ઝાલા (ઉ.વ.૨૮) એ આરોપી નીરવ પટેલ તથા તેમના કાકા અને બે કારીગરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ ફરીયાદી રામપ્રતાપભાઈ આરોપી નીરવ પટેલની દુકાને હીસાબના પૈસા આપવા માટે ગયેલ હોય અને પૈસાની લેતીદેતી બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી તેમજ ધોકા વડે છાતીમાં તથા વાસાના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં રામપ્રતાપએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW