મોરબીમાં પાનનાં ગલ્લામાંથી નશીલા શીરપની ૧૩૫ બોટલોનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના પાનના ગલ્લામાથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની ૧૩૫- બોટલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી સુચના મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ
સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય દરમ્યાન ખાનગીરાહે મળેલી બાતમીના આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના કિષ્ના પાનના ગલ્લામાંથી ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા રહે. મોરબી વાવડીરોડ નંદનવન સોસાયટી ભાડાના મકાનમાં મુળ રહે. વિશલવાસા તા.જી.પાટણ, નિલેષભાઇ ગગુભાઇ ચાવડા આહીર રહે. મોરબી ઉમીયા સર્કલ પાછળ યદુનંદન -૨વાળા ઇસમ પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-૧૩૫ કિ.રૂ.૨૧૦૦૦/- નો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામાં આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામા આવશે.





