Thursday, March 12, 2026

મોરબીમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં શ્રમિકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લખધીરપુર રોડ ઉપર લેક્ષસ સિરામીક પાસે નર્મદા કેનાલમાં ન્હાવા જતાં પગ લપસી જતા ડૂબી જવાથી શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્ષસ સિરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ યુપીનો વતની રાનુભાઇ મકરંદસિંહ ચૌહાણ (ઉ.વ.20) નામનો યુવાન ગઈકાલે તા.4ના રોજ લખધીરપુર રોડ ઉપર લેક્ષસ સિરામીક નજીક આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા ગયેલ હતો. તે વેળાએ પગ લપસી જતા પાણીમાં પડી જતા ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબીનો ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને કેનાલમાંથી યુવાનની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW