મોરબીમાં દારૂની રેલમછેલ, સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂની પોટલી પિતા બે નસેડીઓ વીડિયોમાં કેદ.
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ દવા કરતાં દારૂ વધુ વેચાય છે. ઠેર ઠેર વિદેશી દારૂ અને દેશી દારૂ ની સપ્લાય ચાલુ જ હોય છે. ત્યારે અમુક દારૂડિયાઓ જાહેર જગ્યામાં પણ મદિરા પાન કરતા હોય છે જેના વિડીયો અવારનવાર બહાર આવતા હોય છે. ત્યારે મોરબીમાં વધુ એક વીડિયોમાં મદિરા પાન કરતા બે દારૂડીયાઓ કેદ થયા છે જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આમ તો થોડા સમય પહેલા જ નગરપાલિકા પ્રાંગણમાં દેશી દારૂની મોજ માણતા દારૂડિયા નો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ હાલ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ પિતા બે દારૂડિયાઓ વીડિયોની અંદર ખેદ થયા છે ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે. આમ તો સિવિલ હોસ્પિટલ ની અંદર જ પોલીસ ચોકી આવેલી છે છતાં પણ સિવિલ હોસ્પિટલ ની અંદર દેશી દારૂ ક્યાંથી આવે છે તે એક મોટો પ્રશ્ન છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર પીધેલી હાલતમાં દારૂડિયામાં મળી આવતા હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં દેશી દારૂની મોજ માણતા બે દારૂડિયા નો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આજે દારૂબંધી છે કે કેમ તેના પર સવાલ ઉભો થઈ રહ્યો છે.