Saturday, March 7, 2026

મોરબીમાં દારૂ પર પોલીસની તવાઈ, જિલ્લાભરમાંથી 87 હજારનો અધધ 434 લીટર દારૂ ઝડપાયો, 9 મહિલા સહિત 31 સામે ગુનો દાખલ, આગેવાનો આગળ આવે ત્યારે જ કેમ પોલીસ કાર્યવાહી કરે છે તેવી લોકમુખે ઉઠી ચર્ચા

Advertisement
Advertisement
Advertisement

હેડિંગ: મોરબીમાં દારૂ પર પોલીસની તવાઈ, જિલ્લાભરમાંથી 87 હજારનો અધધ 434 લીટર દારૂ ઝડપાયો, 9 મહિલા સહિત 31 સામે ગુનો દાખલ, આગેવાનો આગળ આવે ત્યારે જ કેમ પોલીસ કાર્યવાહી કરે છે તેવી લોકમુખે ઉઠી ચર્ચા

મોરબી જિલ્લામાં જાણે કે દારૂની રેલમછેલ થઈ રહી છે જિલ્લાભરમાંથી દેશી દારૂના અનેક કેસ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે હું સમગ્ર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાભરમાંથી 87 હજારનો અધધ 434 લીટર દારૂ ઝડપી પાડી 9 મહિલા સહિત 31 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ સાથે જ એક મોટો પ્રશ્ન એ પણ ઉભો થાય છે પોલીસ તેનું કામ તો બખૂબી નિભાવી રહી છે પરંતુ જ્યારે આગેવાનો આગળ આવે ત્યારે જ કેમ દારૂ પર તવાઈ બોલાવવામાં આવે છે? આ પ્રશ્ન હાલ તો સમગ્ર મોરબી વાસીઓના મનમાં ઉઠી રહ્યો છે.

માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અબ્દુલભાઈ હબીબભાઈ જેડા (ઉ.વ.40) પ્રોહી એક્ટ કલમ-65 અ એ મુજબ ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી 1 હજારની કિંમતનો 5 લિટર દેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની 25 કોથળીઓ વેચાણ કરવાના ઈરાદે પોતાની પાસે રાખેલી મળી આવી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડામાં પ્રોહી.કલમ-65-એ-એ, મુજબ ગેરકાયદે રાખેલી રૂ.800 ની કિંમતનો 4 લિટર દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખતા આરોપી અમરભાઈ ભુપતભાઈ સિંધવ (ઉં.વ.32), બીજા દરોડામાં રમેશભાઈ ભીખાભાઈ સંતાણીયા (ઉ.વ.51) વિરુદ્ધ પ્રોહી.કલમ-65-એ-એ, મુજબ ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે રાખેલી રૂ.1600 ની કિંમતનો 8 લિટર દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે તો ત્રીજા દરોડામાં એક મહિલા શારદાબેન ભલાભાઈ વાઘેલા (ઉં.વ.38) વિરુદ્ધ ગેરકાયદે પરમીટ વગર કેફી પ્રવાહી ભરેલા 5 લીટરના 2 બુંગીયા, 2 હજારની કિંમતનો 10 લીટર દેશી દારૂ હાજર મળી આવી ગુનો નોંધાયો હતો.

તો ટંકારા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે દરોડામાં મહિલાઓ દેશી દારૂના ગુનામાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક કેસમાં અલ્પાબેન પ્રવીણભાઈ વાઘેલા (ઉં.વ.29) એ પ્લાસ્ટીકની થલીમાં પરમીટ કે આધાર વગર રૂ.800 ની કિંમતનો કેંફી પ્રવાહી 4 લિટર દેશી વેચાણ અર્થે રાખેલો મળી આવ્યો હતો જ્યારે બીજા કેસમાં કાજલબેન અરવિંદભાઈ વાઘેલા (ઉં.વ.25) એ ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી ભરેલી રૂ.800 ની કિંમતની 4 લિટર દેશી દારૂની 20 કોથળીઓ વેચાણ અર્થે રાખેલી મળી આવી હતી.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ત્રણ દેશી દારૂના કેસ મળી આવ્યા છે જેમાં, એક સુખદેવ બચુભાઈ ચરમારી (ઉં.વ.30) રૂ.1200 ની કિંમતના 6 લિટર દેશી દારૂની પ્લાસ્ટીકની નાની નાની 24 કોથળીઓ વેચાણ અર્થે રાખેલી મળી આવી હતી, તો બીજા કેસમાં રાકેશભાઈ કેશાભાઈ ગોઢાણીયા (ઉં.વ.25) ગેરકાયદે જાહેરમાં રૂ.1200 ની કિંમતનો 6 લિટર દેશી દારૂ વેચાણ કરવાના ઈરાદે રાખેલો હાજર મળી આવ્યો હતો તો ત્રીજા કેસમાં બે આરોપી મોહમ્મદભાઈ મુબારકભાઈ અબડા સંધિ (ઉં.વ.51) તેમજ નવઘણ ઉર્ફે ગાડી માત્રાભાઈ ભરવાડ બાચકામાં કેફી પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની 200 મીલીની 35 કોથળીઓ રૂ.1400 ની કિંમતનો 7 લિટર દેશી દારૂ આરોપી મોહમ્મદભાઈ મુબારકભાઈ અબડા સંધિએ વેચાણ કરવા આપી અન્ય આરોપીએ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી એકબીજા સાથે મેળાપીપણુ કરી લીધું હતું. જો કે, રેઇડ દરમિયાન એક આરોપીની અટક કરવામાં આવી હતી જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં દેશી દારૂના કેસ મળી આવ્યા હતા જેમાં અર્જુન હેમાભાઇ પરમાર (ઉ.વ.20) ગેરકાયદે પાસ પરમીટ વગર રાખેલા રૂ.1 હજારની કિંમતનો 5 લિટર દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલી નાની નાની 50 મીલીની 20 કોથળીઓ વેચાણ અર્થે રાખેલી મળી આવી હતી.

જ્યારે બીજા દરોડામાં બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (ઉ.વ.49) એ ગેરકાયદે રાખેલી દેશીદારૂની પ્લાસ્ટીકની 200 ની પ્લાસ્ટીકની 60 કોથળી જેની કિંમત રૂ.2400 અને 12 લિટર દેશીદારૂ વેચાણ કરવાના ઇરાદે રાખેલી મળી આવી હતી.

જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો, અલગ અલગ દરોડામાં અર્જુન ઉર્ફે ટકો હીરાભાઈ ધોળકિયા (ઉં.વ.23) એ ગેરકાયદે રાખેલા અલગ અલગ ચાર પ્લાસ્ટીકના બાચકામાં પ્લાસ્ટીકના 40 બુંગીયા જેમાં 40 હજારની કિંમતનો 200 લિટર દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખેલો મળી આવ્યો હતો.

આ ઉપરાંત, જુના જાંબુડીયા ગામે કાનજીભાઈ મગનભાઇ સિતાપરા (ઉં.વ.35) પાસેથી રૂ.800 ની કિંમતનો 4 લિટર દેશી દારૂની 200 મીલી કેફી પ્રવાહી ભરેલી 20 કોથળીઓ વેચાણ અર્થે રાખેલી મળી આવી હતી.

જુના ઘુંટુ ગામે લુહારની કોળ પાસે રહેતા જયસુખભાઈ મનુભાઇ માજુસા (ઉં.વ.37) એ લાલપર ગામની સીરામીક કારખાના પાસે ગેરકાયદે પાસ પરમીટ વગર પ્લાસ્ટીકના બાચકામાં ભરીને રાખેલી 200 મીલી પ્લાસ્ટીકની 75 કોથળીમાં રૂ.3 હજારની કિંમતનો 15 લિટર દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખેલો મળી આવ્યો હતો.

મોરબીના મચ્છીનગર પાસ રહેતી મહિલા કાજલબેન વનરાજભાઈ સલાટ (ઉં.વ.26) એ ગેરકાયદે વેચાણ અર્થે રાખેલી રૂ.1 હજારની કિંમતના 5 લિટર દેશી દારૂની 25 કોથળીઓ મળી આવી હતી.

મોરબીના લીલાપર રોડ પર રહેતા આરોપીઓ નિલેશભાઈ નાગજીભાઈ દેગામા (ઉં.વ.30) અને જગદીશભાઈ જેસંગભાઈ ફિસડિયા (ઉં.વ.40)

ગુના પ્રોહી. કલમ-૬૫ (એ)(એ),(બી),(સી),(ડી),(એફ) 81 મુજબ એકબીજા સાથે મેળમીલાપીપણુ કરી ગેરકાયદે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી ભઠ્ઠીના બેરલમાં રાખેલો 1 હજારની કિંમતનો 50 લિટર તથા 50 લીટરની ક્ષમતા વાળા બે પ્લાસ્ટીકના કેરબામાં રાખેલો રૂ. 2 હજારની કિંમતનો દેશીદારૂ બનાવવાનો 100 લિટર આથો અને એક કરવામાં રાખેલું 3 હજારની કિંમતનું દેશી દારૂ જેવુ ગરમ કેફી પ્રવાહી 15 લિટર મળી આવતા કુલ રૂ.7650 ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા.

બેલાગામમાં એબ્રોડ કારખાના પાસે રહેતી મહિલા આશાબેન ભરતભાઈ ઉઘરેજીયા (ઉં.વ.25) પાસેથી ગેરકાયદે રાખેલી રૂ.3 હજારની કિંમતનો 15 લિટર દારૂની 200 મિલીની 75 કોથળી મળી આવી હતી.

લીલાપર ગામે રહેતી શિવીબેન મનજીભાઈ પરેચા (ઉં.વ.60) એ રૂ.1 હજારની કિંમતના 5 લિટર દારૂની નાની 25 કોથળી વેચાણ અર્થે રાખેલી મળી આવી હતી.

જુના જાંબુડીયા ગામે ખડિયા વાસમાં રહેતી મહિલા પુનમબેન સંજયભાઈ સુનરા (ઉં.વ.35) એ ગેરકાયદે રાખેલી રૂ.1200 ની કિંમતના 6 લિટર દેશી દારૂ ભરેલી 30 કોથળીઓ રેઇડ દરમિયાન મળી આવી હતી.

લાલપર ધાર વિસ્તારમાં રહેતા અરુણભાઈ રાજુભાઈ તળપદા (ઉ.વ.24) એ પ્લાસ્ટીકના બાચકામાં ભરેલી રૂ.3 હજારની કિંમતના 15 લિટર દેશી દારૂની 75 કોથળીઓ મળી આવી હતી.

રંગપર ગામેથી નવઘણભાઈ બાબુભાઈ સાડમિયા (ઉં.વ.27) એ વેચાણ અર્થે રાખેલો રૂ.1600 ની કિંમતનો 8 લિટર દેશી દારૂ ઝડપાયો હતો.

રંગપર ગામની સીમમાં મહિલા આરોપી રજુબેન ખીમાભાઈ માથાસુરીયા (ઉં.વ.50) એ વેચાણ માટે રાખેલો રૂ.1 હજારની કિંમતનો 5 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.

બીલીયા ખાતે રઘુભાઈ મંગલસિંગ ભીલ (ઉ.વ.48) એ રૂ.1200 ની કિંમતનો વેચાણ માટે રાખેલા 6 લિટર દેશી દારૂની 30 કોથળી મળી આવી હતી.

ચરાવડા ગામે સદામભાઈ ગુલમહમદ ભટ્ટી (ઉ.વ.29) એ વેચાણ માટે રાખેલા રૂ.2600 ની કિંમતના 13 લિટર દેશી દારૂની 65 કોથળીઓ મળી આવી હતી.

આમરણ ગામે ગુલામ હુસેન અશરફમિયા બુખારી (ઉં.વ.30) એ વેચાણ માટે રાખલા રૂ.1200 ની કિંમતના 6 લિટર દારૂની 30 કોથળીઓ મળી આવી હતી.

નવા જાંબુડીયા ગામે આરોપી અજયભાઈ મહેશભાઈ મુન્નાભાઈ બાબર (ઉ.વ.24) એ વેચાણ માટે રાખેલા રૂ.1 હજારની કિંમતના 5 લિટર દેશી દારૂની 25 કોથળીઓ મળી આવી હતી.

તો માળીયા ગામે રહેતા દિનેશભાઈ રામજીભાઈ બારોટ (ઉ.વ.37) પાસેથી રૂ.2400 ની કિંમતના 12 લિટર દેશી દારૂની 60 કોથળીઓ મળી આવી હતી.

જ્યારે બેલાગામથી આરોપી ઈરફાનભાઇ વલીમામદભાઈ કટારીયા (ઉં.વ.30) એ વેચાણ અર્થે રાખેલી રૂ.3200 ની કિંમતના 16 લિટર દેશી દારૂની 80 કોથળીઓ મળી આવી હતી.

જ્યારે મૂળ જૂના દેવળીયા ગામના મહિલા આરોપી શોભાબેન પ્રકાશભાઈ મદુરિયા (ઉ.વ.40) એ હરીપર ગામે રાખેલો રૂ.2400 ની કિંમતના 12 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,595,070

TRENDING NOW