હેડિંગ: મોરબીમાં ટ્રાફિકની યોગ્ય અમલવારી કરાવવા જિલ્લા પોલીસની ચેકીંગ ડ્રાઇવ
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં ગત તા.14 થી 16 સુધી “હાઇવે પર રોંગ સાઇડ ચાલતા ભારે વાહનની ચેકિંગ ડ્રાઇવ” યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો, વાહનમાં માલ-સામાન ભરી તાલપત્રી લગાવેલી ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો અને ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ 802 વાહનો ચેક કરવામાં આવ્યા હતા, હાઇવે પર ભારે વાહનો રોંગ સાઇડમાં ચાલતા વાહનો ચાલકો સામે કુલ 18 કેસ કરી રૂ.57 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ 15 કેસ નોંધવામાં આવ્યા હતા. તો વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ 21 કેસ કરવામાં આવ્યા, રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-281 મુજબ કુલ-20 ગુના રજીસ્ટર થયા હતા, અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરુદ્ધ BNS કલમ-285 મુજબ કુલ-33 ગુના, વાહન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ભારે વાહનો વિરુદ્ધ એમ.વી.એકટ 207 મુજબના 16 વાહન ડીટેઇન કરાયા અને આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવી છે.