Sunday, March 15, 2026

મોરબીમાં ટાઉનશીપમાં મારા મારીના મુદ્દે હજારો ની સંખ્યામાંરહીશો દ્વારા કલેકટરને આવેદન પત્ર

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ટાઉનશીપમાં મારા મારીના મુદ્દે હજારો ની સંખ્યામાંરહીશો દ્વારા કલેકટરને આવેદન પત્ર

મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાંતિભાઈ ત્યાં પાર્ક કરેલી કારને હટાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે પ્રકાશભાઈ અને અમૃતલાલને તે સારું નહીં લાગતા તેને બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ અમૃતલાલના દીકરાએ સમાધાન કરવા માટે રાહુલને બોલાવીને તેને માર માર્યો હતો અને ત્યારે તેની સાથે અન્ય ત્રણ શખ્સો પણ હતા જે પૈકીના એક શખ્સ પાસે છરી હતી તેનો બુધરાવટીનો ભાગ રાહુલને માથામાં માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ રાહુલભાઈએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે જોકે આરોપીઓ સામે નોંધવામાં આવેલ ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ 307 નો ઉમેરો કરવામાં આવેલ નથી જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને ઉમા ટાઉનશીપના સ્થાનિક લોકો પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ભોગ બનેલ રાહુલભાઈના પરિવારજન તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો દ્વારા આરોપીઓ સામે 307 ની કલમનો ઉમેરો આ ગુનામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,597,435

TRENDING NOW