મોરબીમા જુદી જુદી જગ્યાએથી છરી સાથે બે ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા ત્રાજપર ચોકડી સામે જાહેરમાં આરોપી જગદીશભાઈ મનુભાઈ દેગામા (ઉ.વ.૨૭. રહે. જુના ઘુંટુ રોડ મોરબી-૦૨) તથા રફાળેશ્વર ગામ નજીક આરોપી ચેતનભાઈ પ્રકાશભાઈ વાઘેલા (ઉ.વ.૨૦ રહે. રફાળેશ્વર. તા.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.