મોરબીમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિન-પ્રતિદિન વધતાં જતાં કેશને લઇને લોકો હોસ્પીટલ જતાં પણ ગભરાટ અનુભવતા હોય છે. અને હાલની પરિસ્થિતિ જોતા અમુક હોસ્પીટલોમાં પણ બેડ ફુલ થય ગયા છે. અને દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. ત્યારે મોરબીમાં આવી પરિસ્થિતિ વચ્ચે જે લોકો ઘરેથી જ સારવાર લેવા માગતા હોય તેમણે મો. 7016904736 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું. આ નંબર પર ફોન કરી કોઈપણ દર્દીઓને ઘરે બેઠા ઈંજેક્સન, બાટલા ચડાવવા જેવી સુવિધાઓ ઘરે આવીને આપવામાં આવશે.