મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઓરડીમાં છુપાવેલ 87 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 20 માં રહેતો સીરાજ ઉમરભાઇ ખોખર અને મોરબીની મચ્છી પીઠ શેરી નંબર 02, આઝાદ હોટેલ સામેની શેરીમાં રહેતા મુસ્તાક ઉર્ફે મુસ્સો જુસબાઈ કટીયાએ પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પડતા ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 216 બોટલો (કીં.રૂ. 87,960) મળી આવી હતી જેથી પોલીસે બંને શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.