મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે ખાનગી એજન્સી મારફતે સરકારના નિયમોનુસાર ડ્રાઇવર (સંખ્યા-૧) ની જરૂરીયાત હોઇ ડ્રાઇવર તરીકે કામ કરવા ઇચ્છુક વ્યક્તિએ આગામી તા.૨૪-૧૨-૨૦૨૧ સુધી જિલ્લા માહિતી કચેરી, રૂમ નં.૨૨૬, બીજો માળ, નવા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી વિસ્તાર, મોરબી ખાતે સાદા કાગળ પર અરજી, ફોટો, ડ્રાઇવીંગ લાયસન્સ અને આધાર કાર્ડ સાથે અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે 9879178573 પર સંપર્ક કરી શકાશે. પગાર ધોરણ આઉટસોર્સ એજન્સી દ્વારા નક્કી કરાયેલ દરે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી કોઇ સરકારી નોકરી માટેની ભરતી નથી ફક્ત આઉટસોર્સ એજન્સી મારફતે ડ્રાઇવરની જરૂરિયાત અંગેની જાહેરાત છે.