મોરબીમાં ગઈકાલે જોન્સનગર વિસ્તારમાં બાઇક પર ઈંગ્લીશ દારૂની હેરફરી કરતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ચાર આરોપીઓના નામ ખુલતા પોલીસે આ ચારેયને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે મોરબીમાં જોન્સનગર ગેસ ગોડાઉન પાછળ શેરીમા આરોપી મહમ્મદભાઇ હાજીભાઇ મુસાણી મોટરસાયકલ રજી નં- GJ-36-P-4179 (કી.રૂ.૨૦,૦૦૦) વાળા બાઇકમાં ઈંગ્લીશ દારૂની બોટલો કુલ નંગ -૦૩ જે એક ની કી.રૂ.૪૯૦ લેખે બોટલ નંગ – ૦૩ ની કી. રૂ ૧૪૭૦ તથા બાઈક કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૧,૪૭૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ અસ્લમ હાજીભાઇ ખોડ, શાહરૂખ હાજીભાઇ ખોડ, એઝાઝ, રીયાઝ (રહે. બધા જોન્સનગર મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે આ તમામ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.