મોરબીમાં રવાપર રોડ પંચવટી સોસાયટી શેરી નં-૧મા રહેણાંક મકાનમાંથી સેમી ઓટોમેટિક હાથ બનાવટી પીસ્ટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર પર રોડપંચવટી સોસાયટી શેરી નં-૧મા રહેતા આરોપી જીતેન્દ્રભાઇ જસમતભાઈ ઝાલરીયા (ઉ.વ.૪૮) ના રહેણાંક મકાનમાંથી સેમી ઓટોમેટિક હાથ બનાવટી પીસ્ટલ ( કિં. રૂ.૧૦,૦૦૦) મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.