મોરબીમા ગ્રીન ચોક નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા ગ્રીન ચોક નજીક આરોપી એજાજભાઈ મહેબુબભાઈ ચાનીયા (ઉ.વ. ૨૪. રહે. વીશ્વકર્મા મંદિર પાસે, મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.