Saturday, May 10, 2025

મોરબીની સોખડા શાળાની બાળાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે નેટ પ્રેકટીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સોખડા શાળાની બાળાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે નેટ પ્રેકટીસ

એશિયાની સૌથી મોટી રમત એટલે ક્રિકેટ.હાલમા જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આફ્રિકા લમાં T-20 વર્લ્ડ કપમાં શૌર્ય દાખવી સેમિફાઇનલ સુધીની સફર ખેડી છે. તથા સાંસ્કૃતિક અને ભાતીગળ રાજ્ય રાજસ્થાનની બે ક્રિકેટર દીકરીઓ એક બાડમેર જીલાના શેરપુરા ગામની 14 વર્ષની મુમલ મહેર તથા બીજી પ્રતાપગઢ જિલ્લાના રામે તાલાબ ગામની દીકરી રેણુકા પારગી મીડિયામાં ખૂબ ધૂમ મચાવી ચુકી છે. અનેક સેલિબ્રિટીઓ એ તેમના વખાણ કર્યા છે. ત્યારે મોરબી તાલુકાનાસોખડા પ્રા. શાળાની દીકરીઓ પણ ક્રિકેટમાં સારું સ્કિલ અને હોબી ધરાવતી હોય શનિવાર મોર્નિંગ સ્કૂલ હોય બપોર પછીના વધારાના સમયમાં ત્રણ ટિમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રાખવામાં આવ્યા હતા. જેનું નામકરણ ભારતીય મહિલા ક્રિકેટર પરથી રાખવામાં આવ્યું હતું. જેમકે બેટ્સમેન મીથાલી રાજ ઇલેવન, બેટ્સમેન હર્મનપ્રિત કૌર ઇલેવન તથા ઓલરઉન્ડર રાધા યાદવ ઇલેવનનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું.તેઓનો વિશ્વાસ વધારવા માટે આચાર્ય બિંદિયા બેન રત્નોતર તથા શિક્ષક પ્રદીપભાઈ કુવાડીયા તથા અમ્પાયર, સ્કોરર તરીકે ક્રિકેટ મેનેજમેન્ટ માટે ધોરણ આઠનાં વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. ટૂંક સમયમાં નાગડાવાસના ગ્રીનરી મેદાનમાં એક દીવસય આંતરશાળા દીકરીઓની ટૂંર્નામેન્ટ માટે પૂર્વ તૈયારી રૂપે પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,882

TRENDING NOW