Wednesday, March 11, 2026

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એલસીબીએ એકને દબોચ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એલસીબીએ એકને દબોચ્યો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી મોરબી એલ.સી.બી ટીમે દેશી હાથ બનાવટના લોખંડના તમંચા અને જીવતા કાર્ટીઝ સાથે ભડીયાદ કાંટા પાસે રહેતા શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે કાર્યરત હોય તે દરમિયાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર ચોકડી નજીકથી દિનેશ ખીમજીભાઈ ભટી (ઉં.વ. 28, રહે. ભડીયાદ કાંટા પાસે, સાયન્સ કોલેજ પાસે, વિદ્યાનગર સોસાયટી, મોરબી-02) ને ગેરકાયદેસર લોખંડનો દેશી તમંચો (કીં.રૂ. 5000) અને બે જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,441

TRENDING NOW