નામાંકિત કવિ લેખકોની ઉપસ્થિતમાં પુસ્તકનું વિમોચન થશે
મોરબીમાં સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતા ઘણા બધા લેખકો છે અને અવારનવાર અનેક લેખકોના પુસ્તકો પ્રકાશિત થાય છે. હાલ ટી.વી.મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં બાળકોને પ્રિય એવી બાળવાર્તા વિસરાતી જાય છે, બાળવાર્તા સાંભળવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે, બાળક કલ્પનામાં વિહરે છે.
ત્યારે બાળવાર્તાને જીવંત રાખવાના પ્રયત્નના ભાગરૂપે મોરબીના લેખક અને જીકિયારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશ કુબાવતની કલમે લખાયેલ બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ તા.02/01/22ના રવિવારના રોજ બપોરે 2.30 કલાકે જીકિયારી ગામે પ્રખ્યાત સાહિત્યકારો નટવર ગોહિલ, યશવંત મહેતા,અવિનાશ પરીખ, ડો.ધર્મેન્દ્ર પટેલ,સ્નેહલ નિમાવત, જાગૃતિ રામાનુજ,ડો સતીશ પટેલ કાયમઅલી હજારી, ડો.પ્રવીણ નિમાવત, ડો.ભરત રામાનુજ, વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં પરીરાણીના દેશમાં પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
