મોરબીના સાપર ગામે જુગાર રમતા ૧૦ ઝડપાયા, ૩ નાશી ગયા.
મોરબી તાલુકાના સાપર ગામે અમુક જુગારીઓ જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી ત્યારે ત્યાં થી પત્તા રમતા ૧૩ પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે તેમાંથી ત્રણ જેટલા પત્તા પ્રેમીઓ પોલીસને જોઈ ને નાશી છૂટયા હોઈ ત્યારે અન્ય ૧૦ ને પકડી પાડયા હતા અને ત્રણને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
ત્યારે આ અંગે મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બપોરના સમયે બાતમી મળી હતી કે તાલુકાના સાપર ગામમાં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી ના આધારે પોલીસે રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા નવઘણભાઇ ઉફૈ નોંધો દિનેશભાઇ હમીરપરા, નરેશભાઇ દુર્લભજીભાઇ સાતલીયા, સુનિલભાઇ ઉર્ફે ભંગારીયો કુકાભાઇ દેગામા, દયારામ હરીલાલ હમીરપરા, વિષ્ણુભાઇ જશાભાઇ ગડેસીયા, જેરામભાઇ વલ્લભભાઇ હમીરપરા, વેલજીભાઇ ચંદુભાઇ અઘારા, લલીતભાઇ મેરૂભાઇ હમીરપરા, ભોલાભાઇ દિનેશભાઇ અઘારા, કાળુભાઇ રમેશભાઇ હમીરપરા, સહિતના દસ શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા જેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 42,100 કબજે કર્યા હતા. તો પોલીસ જોઈ કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા, અક્ષય બાબુભાઇ અગેચણીયા અને ધમેન્દ્રભાઇ ગોકળભાઇ અગેચણીયા સહિતના ત્રણ શખ્સો નાસી ગયા હતા પોલીસે 13 શખ્સો સામે ગુનો નોધી અને નાસી ગયેલા આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.





