મોરબીના શનાળા રોડ પરથી તસ્કરો બાઈક ઉઠાવી ગયા
મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર દેવ કુંવર પ્લાજા નજીકથી કોઈ અજાણ્યા તસ્કરો બાઈક ચોરી કરી ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર દેવ કુંવર પ્લાજા નજીકથી કોઈ અજાણ્યા શખ્સોએ લિફ્ટના ધંધાર્થી વિક્રમસિંહ અભુભા ગોહીલ, રહે. હરિપાર્ક સોસાયટી ભારતીય વિધ્યાલયની બાજુમાં સામાકાંઠે મોરબી વાળાનું રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ચોરી ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.





