મોરબીના શનાળા રોડ નજીક અગમ્ય કારણોસર યુવકે જીવન ટુંકાવ્યું.
મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા ઉ.28ના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા ઉ.28ના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિકુલભાઈની પત્ની છેલ્લા ત્રણ મહિનાથી પોતાના માવતર ચાલ્યા ગયા હોય તેના ટેનશનમાં રહેવાથી આ પગલું ભરી લઈ મૃત્યુ વ્હાલું કર્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.