મોરબીના વીષીપરા વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ યુવતીએ જીવન ટૂંકાવ્યું.
મોરબીના વીશીપરા કુલીનગર -૧મા પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સાયનાબેન ઇક્બાલભાઇ જામ ઉ.વ.૧૯ રહે. વીશીપરા કુલીનગર-૧ મોરબી વાળી ગત તા. ૨૩-૦૨- ૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ કરી આગળ તપાસ હાથ ધરી છે.