Wednesday, March 11, 2026

મોરબીના વીશીપરમા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ત્રણ શખ્સોએ ધમકી આપી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીશીપરમા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ત્રણ શખ્સોએ ધમકી આપી

મોરબી: મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે ઘરમાં બધા હાજર હતા ત્યારે ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી છરી વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી મહીલા તથા સાહેદ છોડાવવા જતા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે રહેતા રાજશ્રીબેન ધર્મેશભાઈ જગદીશભાઇ મેર (ઉ.વ.૨૫) એ આરોપી તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ ચાનીયા રહે પરસોતમ ચોક પાસે મોરબી તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદી તથા સાહેદો બધા ઘરે હાજર હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીયાદીના ઘરમા પ્રવેશકરી ગાળો બોલી આપી પોતની પાસે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા સાહેદ છોડાવવા વચ્ચે પડતા ફરીયાદીનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલા રાજશ્રીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW