Tuesday, May 6, 2025

મોરબીના વિદ્યાર્થીઓની અનોખી પહેલ: રાખડી બનાવી દેશની સુરક્ષા કરતા સૈનિકોની રક્ષા માટે મોકલી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: શ્રી ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યોમ સંદીપભાઈ લોરીયા અને તેજસ્વી ભરતભાઈ ફેફર બંને નાના વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે માઇન્સ ડીગ્રી ઠંડીમાં રહી દેશની સુરક્ષા કરે છે. એમની રક્ષા કંઈક કરવું જોઈએ રક્ષા બંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે.

ત્યારે દેશની સેનાના જવાનો સરહદ પર પરિવારથી ખુબજ દૂર ફરજ બજાવે છે. એમના માટે બંને બાળકોએ જાતે સ્વ.નિર્મિત વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી 72 માં વન મહોત્સવ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા મંત્રી ગુજરાત સરકાર પ.પૂ.કનકેશ્વરી માં મોહનભાઈ કુંડારીયા સાંસદ ભારત સરકાર બ્રિજેશભાઈ મેરજા પરસોત્તમ સાબરીયા ધારાસભ્ય તેમજ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી વગેરેની હાજરીમાં રાખડી અર્પણ કરી ત્યારબાદ પોસ્ટ મારફત એ રાખડી સૈનિકોને મોકલી આપેલ છે.તમામ ઉપસ્થિત મહાનુભાવોએ બંને બાળકોની રાષ્ટ્રભાવનાને બિરદાવી અને ધન્યવાદ આપ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,779

TRENDING NOW