મોરબીના વજેપરમા ઈંગ્લીશ દારૂની 74 બોટલો ઝડપાઇ, આરોપી ફરાર
મોરબી: મોરબીના વજેપરમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલો ઝડપાઇ જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં -૧૧ માં રહેતો આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૪ કિં રૂ.૨૭,૭૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવિઝન પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.