મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના લીલાપર રોડ પર આવેલ ચાર માળિયા ક્વાર્ટર્સ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ મહિલાઓ સહિત ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળીયા કવાટર્સ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મોહનભાઇ કિશનભાઇ મારવાડી, મુમતાજબેન હાજીભાઇ પલેજા, જાહીદાબેન હુશેનભાઇ ત્રાયા અને શાયરાબેન રફીકભાઇ નારેજાને રોકડા રૂપિયા 2900 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.