મોરબીના લાલપર ગામે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી ગણેશ પેલેટ કારખાનાની સામે કિયા કાર ચાલક અને માલવાહક યુટીલીટીના ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતાં બંને એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ મોરબીમાં સામા કાંઠે સૂર્યકિર્તીનગર શેરી નં-૦૨ શાંતિ પ્લે હાઉની બાજુમાં રહેતા બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિન્હા (ઉ.વ.૩૪) મુળ રહે બિહાર વાળાએ આરોપી ગોકુલભાઈ તથા મુનીરામભાઈ રહે બંને શ્રી ગણેશ પેલેટ કારખાના લાલપર ગામની સીમ તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ રાતના સાડા સાત વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના કિયા ફોરવીલ કાર લઇને નીકળતા આરોપી ગોકુલભાઈ પોતાની યુટીલીટી માલ વાહક રોડ ઉપર આગળ પાછળ રીવર્સ લેતી વખતે ફરીયાદી ફોરવીલ કાર લઇને નીકળતા ફરીયાદીએ આરોપી ગોકુલભાઈને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઇ જઇને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારવા લાગતા આરોપી મુનીરામભાઈ આવીને ફરીયાદીની સાથે બોલાચાલી કરીને તેના હાથમા રહેલ લોખંડના સળીયા વડે ફરીયાદીને મારવા જતા ફરીયાદીને માથામા વાગી જતા માથામા ટાંકા તથા ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી. જેથી ભોગ બનનાર બિક્રમ કુમારે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જયારે હાલ મોરબીના લાલપર ગામની સીમમાં શ્રી ગણેશ પેલેટ કારખાનામાં રહેતા મુનીરામભાઈ અદાલતભાઈ ચૌધરી (ઉ.વ.૨૯) એ આરોપી બિક્રમકુમાર સિન્હા તથા રાજુભાઇ સિન્હા રહે બંને મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ રાતના સાડા સાત પોણા આઠ વાગ્યે ફરીયાદી શ્રીગણેશ પેલેટ કારખાનાની બહાર ફોન પર વાત કરતા હતા ત્યારે આરોપી બિક્રમકુમારે પોતાની કિયા કાર લઇને નીકળતા સાહેદ ગોકુલભાઇની સાથે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર મારીને બેફામ ગાળો બોલતા હોય ત્યારે આરોપી રાજુભાઇ આવીને ફરીયાદીને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને કારખાનાની યુટીલીટી માલ વાહક નં- જીજે-૩૬-વી-૦૫૦૧ વાળીના આરોપી રાજુભાઇ એ લાકડી વડે આગળના કાચ ફોડી નાખીને નુકશાન કર્યું હતું.જેથી ભોગ બનનાર મુનીરામભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.