Thursday, May 1, 2025

મોરબીના લજાઈ નજીક ભાજપ આગેવાન ના રિસોર્ટમાં ઝડપાયેલ હાઇપ્રોફાઇલ જુગારધામ ના કેસમાં ટંકારા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ લીવ રિઝર્વ પર મુકાયા

Advertisement
Advertisement
Advertisement

ગત તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ ટંકારા રાજકોટ હાઇવે પર કંમ્ફર્ટ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું જેમાં પોલીસ દ્વારા ક્યાં ગેરરીતિ આચરી હોવાની આશંકાને લઇને રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કંમ્ફર્ટ હોટલમાં જુગાર રમતા દશ જેટલા શખ્સો ઝડપાયા હતા તેમજ આ રેઇડ દરમ્યાન ટંકારા પોલીસે ૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરંતુ આ કાર્યવાહી દરમ્યાન પોલીસ દ્વારા ક્યાંક ગેરરીતિ આચરી હોવાની આશંકા જણાઈ હતી જેમાં એક આરોપીનું નામ પણ ખોટુ આપ્યો હોવાનો ધડાકો થયો હતો જે અંગે કેટલાક મીડીયામાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે રેન્જ આઇજી દ્વારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ જુગારધામમા તપાસ હાથ ધરી છે અને બે દિવસ પહેલા મહિપતસિંહ સોલંકી નામના પોલીસકર્મીની દ્વારકા જીલ્લામા બદલી કરવામાં આવી છે ત્યારે આજે રેન્જ આઇજી દ્વારા આ પ્રકરણમાં ટંકારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલને પણ લિવ રીઝર્વમા મુકાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પ્રકરણમાં મામલે મોરબી જીલ્લામા માહોલ ગરમાયો છે અને આ ટંકારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ જુગારધામમા કોઈ ગેરરીતિ કરાઈ છે કે નહી તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે તેમજ રાજકોટ રેન્જ આઇજી દ્વારા આગામી સમયમાં કડક કાર્યવાહી થઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જોવુ રહ્યુ કે ટંકારા પોલીસ દ્વારા કંમ્ફર્ટ હોટલમાં ઝડપાયેલ જુગારધામમા કેટલી ગેરરીતિ આચરવામાં આવી છે અને કોણ પોલીસ આ ગેરરીતિમાં સંડોવાયેલા છે અને સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ પર શું કાર્યવાહી કરવામાં આવશે.?

Related Articles

Total Website visit

1,502,623

TRENDING NOW