મોરબી: મોરબીના રંગપર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાસે મફતીયા પરામાં રહેતા અજીતભાઈ બચુભાઈ બળોધરા (ઉ.વ.૨૯)ને મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલપંપ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૨(કિં.રૂ.૬૦૦) સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.