મોરબી શહેરમાં જન્મદિવસ જેવા પ્રસંગોની ઉજવણી સામાજિક જવાબદારી સાથે કરવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે અન્વયે મોરબીના યુવા ભાજપ અગ્રણીએ પુત્રના જન્મદિવસ નિમિતે સંસ્થાને અનુદાન આપી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
મોરબી યુવા ભાજપ અગ્રણી નયનભાઈ કાવરના પુત્ર દિયાનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી પુત્ર દિયાનના જન્મદિવસ પ્રસંગે પિતાએ પાર્ટી આપવાને બદલે કે ખોટા ખર્ચ કરવાને બદલે સીડીએસ ચેરીટેબલ ટ્રસ્ટને ૧૧ હજાર રૂપિયાનું અનુદાન આપી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી અને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી





