મોરબી નગરપાલિકામાં આવતા મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું. જે રોડ બન્યાના થોડા જ સમયમાં તૂટી ગયો છે જે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો જનતાના ટેક્ષના પૈસા ખર્ચીને બનેલા રોડ તૂટી જતા ભ્રષ્ટાચારને કારણે રોડનું કામ નબળું થયું હોય જેથી રોડ નવેસરથી બનાવવા તેમજ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી છે.





