મોરબીના મહારાણા પ્રતાપચોક પાસેથી દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને મોરબી એલસીબી પેરોલ ફર્લોની ટીમે ઝડપી લીધો હતો.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન સહદેવસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના આધારે મહારાણા પ્રતાપ ચોક પાસે પસાર થતાં યુવાનને રોકીને પીલીસે તેની તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી લોડેડ પીસ્તોલ મળી આવી હતી. જેથી પોલીસે દેશી બનાવટની લોડેડ પીસ્તોલ નંગ.1 (કિં.રૂ.10,000) તથા એક જીવતો કાર્ટીસ નંગ.1(કિં.રૂ.100) મળીને કુલ કિં.રૂ.10,100ના મુદામાલ સાથે આરોપી નદીમ અબ્દુલભાઇ બ્લોચ (રહે મકરાણીવાસ)ની ધરપકડ કરેલ છે. આ કામગીરી દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, નિરવભાઇ મકવાણા, વિક્રમભાઇ કુંગસીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે .






