મોરબીના મધુપુરમા ઈંગ્લીશ દારૂની 48 બોટલો ઝડપાય, આરોપી ફરાર
મોરબી: મોરબીના મધુપુર (નવા નાગડાવાસ) માં ખોડીયાર મંદિર નજીક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલો ઝડપાય જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મધુપુર (નાગડાવાસ) માં ખોડીયાર મંદિર પાસે રહેતા આરોપી દિનેશભાઇ બટુકભાઇ સોલંકી પોતાના કબ્જા ભોગાવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ.૧૮,૦૦૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે જપ્ત કર્યો છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ હાથ ધરી છે.