મોરબી: મોરબીના મકરાણી વાસમાં મોટરસાયકલ લેવાં ગયેલા યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના આસ્વાદ પાનવાળી શેરીમાં રહેતા શકીલભાઇ મહેબુબભાઈ વિકીયા (ઉ.વ ૨૧)એ આરોપી મંજુરહુશેન ઈકબાલભાઈ જીંદાણી(રહે.મતવાસ. મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું મોટર સાઈકલ લઇ રમીદભાઈ દલનું મોટર સાઈકલ મકરાણીવાસ ખાતે હોય જે લેવા માટે જતા હતા ત્યારે આરોપી મંજુરહુશેન ઇકબાલભાઈ જિંદાણી એ ફરિયાદી શકીલભાઇને ગાળો આપી જેથી ગાળો દેવાની નાં પાડતા ફરિયાદી શકીલભાઇનું મોટર સાઈકલ ઉભું રાખેલ અને ઝપાઝપી કરી આરોપી મંજુરહુશેનએ હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે માથામાં માર મારી ઈજા કરી મોટર સાઈકલને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.