Friday, May 2, 2025

મોરબીના મકનસર દારૂની બોટલો સાથે સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મકનસર ગામે હીમાલય કારખાનાવાળા ઢાળીયે સ્કાય સીરામીકની બાજુમાં આવેલ આરોપી યાસીન ઉર્ફે રૂસ્તમ યુનુસભાઈ ખલીફા (ઉ.વ.૨૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૪ કિં.રૂ. ૫૭,૯૦૮ નો મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે પુછપરછ દરમ્યાન આ માલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પાસે રહેતા કેતન ઉર્ફે મલમ પરમાર માલ આપતો હતો અને આરોપી ઈકો ગાડીનો ચાલક વનરાજસિંહ ઈકો ગાડીમાં ભરી માલ મોકલવામાં આવતો હતો ત્યારે સ્થળ પર આરોપી યાસીન ઉર્ફે રૂસ્તમ ને પોલીસે દબોચી લીધો હતો જ્યારે આરોપી કેતન અને વનરાજસિંહ સ્થળ પર હાજર ન મળી આવતા ત્રણે વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,704

TRENDING NOW