Sunday, March 15, 2026

મોરબીના બેલા ગામેથી બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા ગામેથી બાઈકની ચોરી

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોર્ડસ ઈક્કો હોટલની પાછળજીગ્સ ઈન કોર્પોરેશન નામના કારખાનાની દિવાલ પાસે પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી ગયો હવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના બીલીયા ગામના રહેવાસી અલ્પેશભાઇ ભાણજીભાઈ સાણંદીયા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૨-૨૦૨૨ થી ૧૬-૧૨-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે ફરીયાદીનુ હિરો કંપનીનું ઇગ્નાઇટર સફેદ કલરનુ સને-૨૦૧૪ ના મોડલનુ જેના રજીસ્ટર નંબર- GJ-03- FN-6105 વાળું જેની કિ.રૂ ૪૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની અલ્પેશભાઇ એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,339

TRENDING NOW