મોરબીના બરવાળા ગામે બરવાળીયા બાલાજી ગૌ સેવા મંડળ દ્વારા નીરાધાર ગૌ માતાના લાભાર્થે શરદ પુનમે ઉમિયા માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા.20ને બુધવારના રોજ ઉમિયા માતાજીના રાસ-ગરબા સાથે યુટ્યુબ તેમજ લાઇવ ધુમ મચાવતા અને લોકોને પેટ પકડીને હસાવનાર વિજુડી તથા તેની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહીને હાસ્યની મોજ કરાવશે. આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત બરવાળા ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.