મોરબીના બગથળા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ.
મોરબી તાલુકા પોલીસની ટીમે બગથળા ગામની સીમમાં, બગથળાથી રણુજા જવાના રસ્તે, ફુલકી નદીના કાંઠે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. જેને પગલે મોરબી તાલુકા પોલીસે દેશીદારૂ ગાળવાનો આથો,ભઠ્ઠીના સાધનો સહિતના મુદામાલ સાથે આરોપની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા ત્યાંથી મળી આવેલ દેશી દારૂ બનાવવા માટેના સાધનો , જેવા કે ગેસ , એલ્યુમિનિયમ ના બકડિયા, દારૂ બનાવવા માટેનો ઠંડો આથો , પતરા નું ટીપણું તેમજ દેશી દારૂ લીટર ૨૦ સહિત કુલ કી.રૂ. ૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુન્નો ધીરુભાઈ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યા છે.





