Saturday, May 3, 2025

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં હર હંમેશ વિદ્યાર્થીઓને કંઈક નોખું અનોખું આપવાના હેતુસર વર્ષ દરમિયાન જુદી જુદી સહભ્યાસીક પ્રવૃતિઓ જેવી કે કમ્પની વિઝીટ, બિઝનેસ ટાયકુન, ગેસ્ટ લેક્ચર, ફેશન ડિઝાઇનિંગ ટ્રેનિંગ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ, મોટિવેશન લેક્ચર,બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.એ અન્વયે નીલકંઠ કોમર્સ સ્કૂલના ધો-11 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ.*
મુખ્ય મહેમાન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મોરબી જિલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા તેમજ નવનીતભાઈ કાસુન્દ્રા ના હસ્તે દીપ પ્રાગટય કરીને બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં બ્લડ ડોનર દ્વારા 205 બોટલ ડોનેટ કરવામાં આવી.🩸

આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓમાં સેવાકીય ભાવના વિકસે અને ભવિષ્યમાં તેઓ પણ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાય અને દેશોપયોગી કાર્ય કરે તે હતો. સાથોસાથ તેમનામાં નેતૃત્વના ગુણ વિકસે તે આ બ્લડ ડોનેશનનો હેતુ રહ્યો હતો. તમામ બ્લડ ડોનરને તેમની સેવાના આ કાર્યને બિરદાવવાના હેતુ સાથે નીલકંઠ સ્કૂલ તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી. તદઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું સંચાલન કરનાર તમામ વિદ્યાર્થીઓને પણ નીલકંઠ શાળા પરિવાર વતી ગિફ્ટ આપવામાં આવી હતી.🎁

*નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા રક્તદાન રૂપી સેવાના આ યજ્ઞમાં રક્તદાન આપનાર મોરબીના 205 રક્તદાતાઓનો નીલકંઠ પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો અને આ બધી જ બોટલ સમાજ સેવાના ભેખધારી સ્વ.શિવલાલબાપા ઓગણજાની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં અર્પણ કરીને સદગત આત્માને નિલકંઠ પરિવારે ભાવાંજલી અર્પણ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW