મોરબીના નવલખી રોડ પર ત્રણ મહિલા સહિત છ જુગારીઓ ઝડપાયા.
મોરબીના નવલખી રોડ પર રણછોડ નગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ જુગારીઓને પોલીસ પકડી પાડયા છે. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલીપભાઇ સોંડાભાઇ પાટડીયા, ગીતાબેન રમેશભાઇ ધરજીયા, હંસાબેન માધુભાઇ ડાભી, પુજાબેન અનીલભાઇ ચૌહાણ,જયેશભાઇ માણેકભાઇ ત્રીવેદી અને અજયસિંહ જીવણસિંહ ખીંચીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2770 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.





