Saturday, May 3, 2025

મોરબીના ધુળકોટ ગામે બાઈક દુર ચલાવવાનું કહેતાં સારુ ન લાગતા યુવકને ચાર શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ધુળકોટ ગામે બાઈક દુર ચલાવવાનું કહેતાં સારુ ન લાગતા યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકા ધુળકોટ સદર શેરીમાં મોટરસાયકલ દુર ચલાવવાનું કહેતાં સારુ ન લાગતા યુવકને ચાર શખ્સોએ મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ સદર શેરીમાં રહેતા યોગેશભાઈ બાબુલાલ જાવીયા (ઉ.વ.૩૦) એ આરોપી તન્મય મગનભાઇ કોરીયા, મગનભાઇ ગોવિંદભાઇ કોરીયા, રહે બંને ધુળકોટ સદર શેરીમાં તથા મયંક જીતુભાઇ કડીયા તથા મયંક જીતુભાઇ કડીયાનો ભાઇ રહેવાસી બોડકા તાલુકો જોડીયા જિલ્લો જામનગર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના આશરે સાડા છ એક વાગ્યા વખતે આરોપી તન્મય તેનું મોટર સાયકલ બિલકુલ ફરીયાદીની બાજુમાંથી ચલાવી નીકળતા તેને મોટર સાયકલ પોતાનાથી થોડુ દૂર ચલાવવાનું ફરીયાદીએ કહેતા આરોપીને નહીં ગમતા આ બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે ઝઘડો કરી ભુંડાબોલી ગાળો દઇ આરોપી તન્મય તથા મગનભાઇએ લાકડી વતી ફરીયાદીને ડાબા હાથે બાવડામાં તથા ડાબા પગના નળામાં મુંઢ ઇજાઓ કરી આરોપી મયંક તથા તેના ભાઇએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ભોગ બનનાર યોગેશભાઈ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે IPC કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW