મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીક કુટુંબ પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી થતા ત્રણ શખ્સોએ મળીને આધેડને માર માર્યો હોવાની એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ નજીક રહેતા ભરતભાઈ કરશનભાઈ સોલંકીના ભત્રીજા મહેશભાઈ સાથે મોરબી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે ફૂથપાથ પર ઉભા હતા ત્યારે આરોપી પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી, અર્જુનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને કિશનભાઈ કાળુંભાઈ દેવીપુજક ત્યાં આવી ફરીયાદી ભરતભાઈને કૌટુંબ પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી કરી આરોપી પ્રકાશ ગોસ્વામીએ પોતાના હાથમાં રહેલ લાકડાનું બળીકું લઇ ફરિયાદી ભરતભાઈના ભત્રીજાને માથામાં એક ઘા મારેલ અને એક ઘા જમણા પગમાં મારી ઈજા કરતા આરોપી અર્જુનભાઈ અને કિશનભાઈએ ધક્કામૂકી કરી મદદગારી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે