Saturday, March 14, 2026

મોરબીના ટીંબડી ગામના રોડની દયનીય હાલત ખખડધજ રોડથી વાહન ચાલકો ત્રાહીમામ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી )
મોરબી: ટીંબડી ગામના રોડની અતિ દયનીય હાલતથી નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીથી ધરમપુર અને આરટીઓ જવાનો શોર્ટકટ રોડ હોવાથી ગ્રામજનો તેમજ સીરામીક કારખાનામાં કામ અર્થે અપડાઉન કરતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે આ રોડ મોરબી માળીયા નેશનલ હાઈવેથી ધરમપુર ગામ સુધી છેલ્લા લાંબા સમયથી બિસ્માર હોય તેમા પણ ટીંબડીથી હાઇવે વચ્ચેના રસ્તાનુ તો નામોનિશાન ન રહ્યું હોય તેમ મગરની પીઠ જેવો ખખડધજ રોડ બની જતા આ ઉબળ ખાબડ રસ્તામાં મજબુરી વશ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે.

જેથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતા સ્થાનીક નેતા કે તંત્રના પેટનુ પાણી હલતું નથી જેથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલ આ રોડ મગરની પીઠ સમાન બની જતા વાહન ચાલકોની ઉંઘ હરામ થઈ ગઈ છે ગ્રામજનો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે કારણ કે મસમોટા ગાબડા પડી જવાથી નાના વાહન ચાલકોને અકસ્માતોનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં તેમજ ગ્રામ વિસ્તારમાંથી ડિલિવરી જેવા કેશો પણ લઈને જતા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આ રોડ ખખડધજ હાલતમાં બની ગયો હોવા છતા તંત્ર મગનું નામ મરી નથી પાડતું જે રોડ પર વાહન ચાલકોને કઈ દિશામાં વાહન ચલાવવુ તેની દિશા શોધવી પડે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે જેથી આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા હાલ કામચલાઉ રિપેરીંગ કામ કરવા વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે.

આ રોડ પર સીરામીક કારખાના પડતા ૨૪ કલાક ધમધમતો રોડ બની ગયો છે જે છેલ્લા લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તા પરથી પસાર થતા હજારો રાહદારીઓ પોતાના વાહન સાથે પસાર થાય છે જે રોડનો કચ્ચરઘાણ નીકળી જતા મસમોટા ગાબડાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ આ વિસ્તારના ગ્રામ્ય લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે કારણ કે મસમોટા ગાબડા પડી ગયા હોવાથી નાના વાહન ચાલકોને અકસ્માતનુ ભોગ બનવું પડે છે.

તેમજ ડિલીવરી જેવા કેસોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેથી વાહન ચાલકોમાં આ રોડનું નવનિકરણ થાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે તેમજ હાલ ખખડધજ હાલતમાં રહેલા આ રોડની તાત્કાલિક મરામત કરવામાં નહી આવે તો મસમોટા ગાબડામાં કોઈ વાહન ચાલક મોતને ભેટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે અતિ દયનીય હાલતથી ટુવ્હીલર સહીતના વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ત્યારે આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવે છે વિકાસની વાતો કરતા નેતા આ રોડ પર નજર કરે અને આ રોડની એવી તે ખરાબ અવદશા થઈ ગઈ છે કે ઘણી જગ્યાએ રોડનુ નામોનિશાન નથી રહ્યુ આ રસ્તાથી તૌબા પોકારી ઉઠેલા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે મંજુર થઈ ગયેલા રોડનુ નવસર્જન ક્યારે થશે એતો તંત્ર અને નેતા જાણે પરંતુ વાહન ચાલકોને હાલ આ રોડની દયનીય હાલતમાંથી રાહત મળે તેવુ સંતુષ્ટ રોડનુ રિપેરીંગ કામ તાત્કાલિક ધોરણે હાથ ધરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે

Related Articles

Total Website visit

1,596,827

TRENDING NOW