મોરબી: ગુજરાતમાંથી દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાઇ રહ્યા છે. તાજેતરમાં જ 300 કરોડનું ડ્રગ્સ દ્વારકા માંથી ઝડપાયું હતું. ત્યારે આજે મોરબીમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોરબીના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામે રેડ કરતા 500 કરોડથી વધુ કિંમતના 120 કિલો હેરોઇન ડ્રગ્સ સાથે બે શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા છે.

એટીએસ અને SOG એ બે અલગ અલગ મકાન માં રેડ કરી ને આ હેરોઇન નો જથ્થો ઝડપી પાડ્યો છે.હાલ બે શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા છે. અને વધુ બે શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે, કેમ કે ઝીંઝુડા ગામથી નવલખી નો દરિયા કિનારો ખુબજ નજીક થાય છે. ATS ચીફ હિમાંશુ શુક્લા દ્વારા જણાવ્યું હતું કે આ જથ્થો કોનો હતો ક્યાંથી આવ્યો હતો કોને આપવાનો હતો વધુ જાણકારી ATS દ્વારા પત્રકાર પરિષદ યોજી ને આપવામાં આવશે.