Monday, June 22, 2026

મોરબીના જુના બસ સ્ટેશન નજીક યુવાની હત્યા,ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુના બસ સ્ટેશન નજીક યુવાની હત્યા,ફરિયાદ નોંધાઇ.

ગઈકાલે જૂના બસ સ્ટેન્ડ નજીક ખોડિયાર પાન પાસે રાત્રિના 11 વાગ્યાની આસપાસ હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ શરૂ કરી હતી. આ બનાવથી મોરબીમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. ત્યારે આ મામલે યુવાનના માતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે મોડીરાત્રે મોરબીના નગર દરવાજાથી જુના બસસ્ટેન્ડ તરફ જતા સરદાર રોડ ઉપર ખોડિયાર પાન નજીક મોરબીની જાની શેરીમાં શાહ નિવાસ નજીક રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા હિરેનના માતા ચંદ્રિકાબેન જગદીશભાઈ ભટ્ટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહિપતસિંહ વાઘેલા, રણજીતસિંહ વાઘેલા અને અન્ય એક 25થી 30 વર્ષના અજાણ્યા યુવાન વિરુદ્ધ પ્રેમ પ્રકરણ મામલે તેમના પુત્રની કાવતરું રચી હત્યા કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.ત્યારે માતાની ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,001

TRENDING NOW