મોરબીના જુના ઘૂટું રોડ પર ભારત પેટ્રોલપંપના પાછળના પટ્ટમાંથી દેશી હાથબનાવટની લોખંડી મેગ્જીનવાળી બે પિસ્તોલ સાથે મધ્યપ્રદેશના એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડીને આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એલસીબી ટીમ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા કાર્યરત હોય તે દરમિયાન બાતમીને આધારે જુના ઘુંટુ રોડ, ભારત પેટ્રોલપંપના પાછળના પટ્ટમાંથી મસરૂર નુરમીયા નવાબમિયા શેખ (ઉં.વ. 29, રહે. ભોપાલ, મઘ્યપ્રદેશ) ને બે ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડી મેગ્જીનવાળી પિસ્તોલ (કીં.રૂ. 20,000) સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.