મોરબીના ગામ નજીકની શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફી પેટે આવેલ રોકડ ૮૫ હજાર ની ચોરી
મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલ શાળામાં પ્રવેશી 6 અજાણ્યા તસ્કરો વિદ્યાર્થીઓએ જમા કરાવેલી 85 હજારની ફીની રકમ ચોરી કરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુળ સંકુલમા ગત તા.25 ડિસેમ્બરના રોજ શાળાની દીવાલ ટપી છ અજાણ્યા તસ્કરો પ્રવેશ્યા હતા અને મેનેજમેન્ટની ઓફિસમાં રાખવામાં આવેલ ફી પેટેના રોકડા રૂપિયા 85 હજાર ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવમાં છ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોય શાળા સાંચલક ઈશ્વરભાઈ કરશનભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં 6 અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.





