મોરબી તાલુકાના ખાનપર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 14 બોટલ સાથે આરોપીને ઝડપી લીધો હતો જયારે દારૂનો આ જથ્થો આપનાર મોરબીના શખ્સનું પણ નામ ખુલ્યું છે.
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબીના ખાનપર ગામે રહેતા વિજયસિંહ વનરાજસિંહ જાડેજાના રહેણાંકમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની 14 બોટલ (કીં.રૂ. 6700) મળી આવી હતી જેથી પોલીસે આરોપી વિજયસિંહને હિરાસતમાં લઈને પૂછપરછ કરતા તેને દારૂનો આ જથ્થો મોરબીના ક્રિષ્નાપાર્ક, વાવડી રોડ ઉપર રહેતા રફીક ઓસમાણભાઇ અજમેરી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.