મોરબીના કાલીકા પ્લોટમાં રહેણાંક મકાનમાંથી રોકડ રૂ. 30 હજારીની ચોરી
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં-૨ પરસોતમ ચોકમાં રહેણાંક મકાનમાંથી રોકડ રૂ.૩૦ હજારની ચોરી કરી ઈસમ નાશી ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની અને હાલ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં-૨ પરસોતમ ચોકમાં રહેતા દિક્ષીતભાઈ વશરામભાઇ પીપરોતરા (ઉ.વ.૨૧) નામના યુવાને અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૧૦-૨૦૨૨ થી ૧૦-૧૦-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે ફરીયાદી પોતાના રહેણાક મકાનના રૂમની બારીમા સુતી વખતે પોતાનુ પાકીટ રાખેલ જે પાકીટમા રોકડ રકમ રૂપીયા ૩૦,૦૦૦/-ની હોય જે પાકીટ કોઇ અજણ્યા ચોર ઇસમ ફરીયાદીના મકાનનો રવેશનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયો હવાની ભોગબનનાર દિક્ષીતભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.