મોરબીના ઉદ્યોગપતિ અને કોરોના મહામારીમાં નિ:શુલ્ક ઓક્સિજનની સેવા પુરી પાડનાર ટી.ડી. પટેલનો આજે જન્મદિવસ છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. મોરબી જિલ્લાની હોસ્પીટલોમાં કોરોના દર્દીઓને બેડ મળવા પણ મુશ્કેલ બન્યાં હતાં. સાથે ઓક્સિજનની પણ એટલી જ અછત સર્જાઈ હતી. અને ઓક્સિજન કમીના કારણે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. ત્યારે મોરબીના સેવાભાવી તુલસીભાઈ પટેલ (પટેલ ઓક્સિજન-મોરબી)એ નિ:શુલ્ક ઓક્સિજન સેવા શરૂ કરી હતી. અને 7000 થી વધુ ઓક્સિજનની બોટલો આપી કોરોના દર્દીઓની વ્હારે આગળ આવી માનવતા મહેકાવી હતી.
તે બદલ મોરબીના સેવાભાવી ટી.ડી.પટેલનું અનેક વાર સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આજે તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં પોતાની સેવાની સુગંધથી અનેરી નામના હાંસલ કરેલ ટી.ડી.પટેલને ઠેર-ઠેરથી જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી આજે ટી.ડી.પટેલને જન્મદિવસ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી ટી.ડી.પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…