મોરબીના સામાકાંઠે આવેલ ઈન્દીરાનગરમાં એલસીબી ટીમે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રોકડ રૂ. 15,900 સાથે ઝડપી પાડીને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઈન્દીરાનગરના સલાટ વાસ ચોકમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ કરશનભાઈ ગેડાણી, શામજીભાઈ બાબુભાઈ વાઘાણી, ગેલુભાઈ સીતાપરા, દેવશીભાઇ પ્રેમજીભાઇ અગેચણીયા અને વિપુલભાઇ ગોરધનભાઇ કેરવાડીયા નામના પાંચ શખ્સોને રોકડ રૂ. 15,900 સાથે ઝડપી પાડી પાંચેય વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.